RTGS

ભારતીય રિઝર્વ બેન્કે (RBI) કહ્યું કે મોટી રકમ મોકલવા માટે ભારતમાં RTGS ની સુવિધા આપવામાં આવી છે આ સુવિધા આગામી ડિસેમ્બરથી ચોવીસ કલાક શરૂ કરવામાં આવી છે.

આ સુવિધાથી ભારતીય નાણા બજારને વૈશ્વિક બજારો સાથે એકિકૃત થવામાં મદદ મળશે.

ભારતીય રિઝર્વ બેન્કની નાણા નિતી સમિતીની ત્રણ દિવસ સુંધી ચાલનારી બેઠકનાં પ્રથમ દિવસે જારી કરાયેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત વૈશ્વિક સ્તર પર એવા કેટલાક જુજ દેશોમાં સામેલ થઇ ગયો છે જ્યાં આખું વર્ષ મોટી રકમનું ચુકવણું RTGS સિસ્ટમ દ્વારા થશે, આ સુવિધા ડિસેમ્બર 2020થી અમલી બનશે.

ભારતીય રિઝર્વ બેન્કે આ પહેલા ડિસેમ્બર 2019માં NEFT સિસ્ટમને 24 કલાકમાં ખુલ્લી મુકી હતી.

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર NEFT તે સમયથી 24 કલાક ચાલી રહી છે, RTGS હાલ માત્ર બેંકોનાં તમામ ચાલું દિવસોમાં સવારે 7 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યાં સુધી ખુલ્લી રહે છે.

RBIએ કહ્યું કે RTGS સર્વિસ 24 કલાક ચાલું રહેવાથી ભારતીય નાણા બજારને વૈશ્વિક બજાર સાથે સમન્વિત કરવાનાં પ્રયાસો તથા ભારતમાં આંતરરાષ્ટ્રિય નાણા  કેન્દ્રોનાં વિકાસમાં મદદ મળશે, તેનાથી ભારતીય  કંપનીઓ અને સંસ્થાઓને ચુકવણીમાં સરળતા રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024