Russia
હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદે વિવાદ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રશિયા (Russia) એ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં.
ભારતમાં રશિયન દૂતાવાસના ઉપ પ્રમુખ રોમન બબુશ્કિને કહ્યું કે “તેમની સરકાર વાતચીત દ્વારા પૂર્વ લદાખમાં તણાવ ઓછો થતો જોવા માંગે છે. આશા છે કે ભારત અને ચીન વાતચીત દ્વારા ઉપરાંત સરહદ વિવાદ ઉકેલી લેશે.” તેઓ પત્રકારો સાથે ઓનલાઈન વાતચીત કરી રહ્યા હતાં. બબુશ્કિને કહ્યું કે “અમે બંને દેશો વચ્ચે વિવાદના સમાધાનની પ્રક્રિયામાં સામેલ નથી. અમે આ માટે સકારાત્મક માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”
આ પણ જુઓ : Share Market : Route Mobile IPO આજથી ખુલશે, રોકાણકારો ખાસ જુઓ
બીજી બાજુ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આઠ દેશોના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મંત્રીસ્તરની બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે ચાર દિવસના પ્રવાસે રશિયા ગયા છે. આ દરમિયાન તેઓ બેઠકથી અલગ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરી શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.