Alexander Kagansky

Alexander Kagansky

રશિયાના એક ટોચના વૈજ્ઞાનિક જે કોરોનાની રસી તૈયાર કરવાના કામમાં જોડાયેલા હતા તેમનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ 45 વર્ષના વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી (Alexander Kagansky) પોતાના ફ્લેટના 14માં માળેથી નીચે પડ્યા હતા.

ઘટના ઘટી ત્યારે તેઓ ફક્ત અંડરવિયરમાં હતા. વૈજ્ઞાનિકના શરીર પર ચાકૂથી હુમલો કર્યાના નિશાન પણ છે. પોલીસ દ્વારા 45 વર્ષના એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત પણ થઈ છે.

આ પણ જુઓ : વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસથી એક વૃદ્ધાનું મોત

અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી બાયોલોજિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમજ તે બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા હતા. લગભગ 13 વર્ષ સુધી તેમણે સ્કોટલેન્ડમાં કામ કર્યું હતું. રશિયન અખબાર Moskovsky Komsomolets ના રિપોર્ટ મુજબ કગનસ્કી કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં કામે લાગેલા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024