સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાટી પ્રાંતિજ શહેર મંડલ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા વિશ્વ યોગ દિવસ ને લઈ ને ઉજવણી કરવામા આવી હતી જેમા જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ , જિલ્લા પ્રભારી કિલ્પત ભાઇ દવે ઉપિસ્થત રહ્યા હતા.

પ્રાંતિજ ખાતે ર૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને લઈ ને ભારતીય જનતા પાટી પ્રાંતિજ-શહેર મંડલ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે શેઠ.પી.એન્ડ આર હાઈસ્કૂલ ખાતે આવેલ બગીચા માં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, જિલ્લા પ્રભારી કિલ્પતભાઇ દવે, નગર પાલિકા ના પ્રમુખ દિપકભાઇ કડીયા, સહિત ગ્રામજનો ઉપિસ્થત રહ્યા હતા

અને કોરોનાની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સ સાથે વિશ્વ યોગ દિવસ ને લઈ ને ઉપિસ્થત રહીને તમામે-તમામ લોકોએ યોગ ભગાડે રોગ ના સુત્ર સાથે યોગ કરી વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી હતી.