સાબરકાંઠા જિલાના પ્રાંતિજ લાઇફકેર તથા પ્રાંતિજ સિવિલ ખાતે આઈસીયુ વિભાગ મા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી તો આ અંગેની જાણ પ્રાંતિજ પી.આઈને થતા પ્રાંતિજ પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા તો પ્રાંતિજ ફાયર બિ્રગેડ ને જાણ થતા તેવો પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા .


પ્રાંતિજ ખાતે બે જગ્યાએ મોકડ્રીલ યોજાયુ હતુ જેમા પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ લાઇફકેર હોિસ્પટલ તથા નેશનલ્ા હાઈવે આઠ ઉપર આવેલ સિવિલ મા આવેલ આઈસીયુ વિભાગમાં આગ લાગી હતી અને આગ નેલઈ ને નાસભાગ થઈ ગઈ હતી અને આગ લાગતાજ પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ ફાયર બિ્રગેડ ને જાણ થતા પ્રાંતિજ પીઆઈ તથા પીએસસાઇ સહિત પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા

તો પ્રાંતિજ ફાયર ટીમના કપ્તાન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ , સહિત ટીમ સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતા તો લાઇફ કેર હોિસ્પટલના ઉપર ના માળે આઈસીયુમાં લાગેલ આગ ઓલવી હતી. તો બીજીબાજુ ફાયર ટીમ અને પોલસ ટીમ દ્રારા આઈસીયુમાં રહેલ દર્દીઓને બચાવી લેવામા આવ્યા હતા. અને દર્દીઓને સીડીઆે મારફતે સ્ટ્રેચરની મદદથી નીચે ઉતારીને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સિવિલ ખાતે સિફટ કરવામા આવ્યા હતા.

તો પ્રાંતિજ સિવિલ ખાતે પણ પ્રાંતિજ પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક દોડી આવી આઈસીયુમાં લાગેલ આગ ઓલવી હતી અને ઉપર ના માળેથી દર્દીઆેને ફાયર ટીમ અને પોલીસ દ્રારા દોરડા ની મદદથી દર્દીને નીચે ઉતારવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ પોલિસ અને ફાયર બિ્રગેડ ટીમ દ્રારા સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજાઈ હતી.

તો મોકડ્રીલ દરમ્યાન ફાયર બિ્રગેડ ટીમના કપ્તાન મુકેશભાઈ પરમાર દ્રારા ટીમને તથા ડોકટરો તથા હોિસ્પટલ સ્ટાફ તથા પોલીસ ટીમ ને આકિસ્મક રીતે આગ લાગે તો કેવી પ્રાથમિક ધોરણે કાર્યવાહી વિષે માર્ગદર્શન પણ આપ્યુ હતુ

તો પ્રાંતિજ પીઆઇ, પ્રાંતિજ પીએસાઇ , ડો. શ્રેયા પટેલ, ફાયરબિ્રગેડ ટીમના કપ્તાન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ સહિત પોલીસ જવાનો તથા ફાયર બિ્રગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા તો તંત્ર તથા આજુ બાજુ માથી પ્રસાર થતા લોકો ને આ ધટના મોકડ્રીલ છે ખબર પડતા હાશકારો અનુભવ્યો હતો.