Samsung
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ (Samsung Electronics) કંપનીએ પોતાનું પ્રથમ 5G ટેક્નોલોજીવાળું ફ્લેક્સીબલ લેપટોપ લોન્ચ કર્યું છે. આ લેપટોપમાં ઇન્ટેલનું લેટેસ્ટ 11મી જનરેશનવાળું કોર પ્રોસેસર પણ છે, લેપટોપની બેટરી પણ લાંબા સમય સુધી ચાલે છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે 2-ઇન-1 ગેલેક્સી બુક ફ્લેક્સ 5G, ઇન્ટેલ આઇરિસ એક્સ ગ્રાફિક્સ સાથે 11મી જનરેશન ઇન્ટેલ કોર મોબાઇલ પીસી ચિપ દ્વારા સંચાલિત છે, જેમાં wifi 6 અને 5G કનેક્ટિવિટી છે. આ ડિવાઇસમાં 13MP નો વિશ્વ-સ્તરીય કેમેરો અને એસ પેન પણ છે.
આ પણ જુઓ : Pakistan : પાકિસ્તાને હવે પોતાનો દરિયો પણ ચીનને હવાલે કરી દીધો
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં નવા કોમ્યુટિંગબિઝ ગ્રુપની કોર્પોરેટ વીપી અને હેડએ કહ્યું કે ‘ઇન્ટેલ સાથે અમારા નજીકના સહયોગની મદદ કરી, ગેલેક્સી બુક ફ્લેક્સ 5G યૂઝર્સને એક શક્તિશાળી પ્રદર્શન, નેકસ્ટ જનરેશન કનેક્ટિવિટી, સહજ ઉત્પાદકતા અને પ્રીમિયમ મનોરંજન સુવિધાઓ પુરી પાડે છે.’
આ પણ જુઓ : NCB એ રિયાના ભાઈ અને સેમ્યુઅલ મિરાન્ડાની કરી અટકાયત
આ લેપટોપનું વજન 1.26 કિલોગ્રામ છે, તેમજ 69.7 વોટ બેટરી પણ છે. આ લેપટોપમાં 16GBની મેમરી અને 512 GB સ્ટોરેજ છે. ગેલેક્સી બુક ફ્લેક્સ 5G એસ પેન સહિતની વિશેષતાઓ સાથે આવે છે. જે યૂઝર્સને પોતાના અન્ય ગેલેક્સી ઉપકરણો સાથે વાતચીત કરવાની પરવાનગી આપે છે. ગેલેક્સી બુક ફ્લેક્સ 5G માં 60 ફ્રેમ પ્રતિ સેકન્ડ સુધીની ગેમ રમી શકે છે. ગેલેક્સી બુક ફ્લેક્સ 5Gમાં એક 720p ફ્રન્ટ ફેસિંગ કેમેરો પણ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.