Samsung
સેમસંગ (Samsung) ભારતમાં ડિસ્પ્લે યૂનિટ લગાવવા જઈ રહી છે. આ યૂનિટ પહેલા ચીનમાં લગાવવાનો હતો પણ કંપનીએ ચીનથી પોતાનો વેપાર સમેટીને યૂપીમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. યૂપીના નોઇડામાં મોબાઇલ અને આઈટી ડિસ્પ્લે બનાવવાનો યૂનિટ સ્થાપિત કરશે.
શુક્રવારે થયેલી કેબિનેટની બેઠકમાં દેશમાં સેમસંગની ઓએલઇડી ડિસ્પ્લે યૂનિટ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સેમસંગે આ યૂનિટને લગાવવા માટે ભારતમાં 4825 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.
વિયેતનામ અને દક્ષિણ કોરિયા પછી નોઇડામાં આ સેમસંગની ત્રીજી યૂનિટ હશે. નોઇડામાં યૂનિટને લગાવવા પર સેમસંગને ભારત સરકારની સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ કંપોનેટ્સ એન્ડ સેમી કંડક્ટર્સ અંતર્ગત 460 કરોડ રૂપિયાનું વિત્તીય પ્રોત્સાહન મળશે.
આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પણ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને છૂટછાટ આપી છે. આ પરિયોજના માટે પ્રદેશ સરકાર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ નીતિ અંતર્ગત કેપિટેલ સબસિડી, સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપશે. ઉત્તર પ્રદેશના નિવેશ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે આ પરિયોજનાથી નોઇડામાં લગભગ 1510 લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.