પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ અસહય વધતો જાય છે તેમછતાં પોલીસ તંત્ર મૂકપ્રેક્ષાક બની તમાશો જોતી હોય તેમ જોવા મળી રહી છે.
ત્યારે સાંતલપુર ગામના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ યુવાન વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને ભાગી જતાં પરિવારજનોએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં દશ દિવસ અગાઉ ગુમથયાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે
પરિવારજનોની શોધખોળ દરમ્યાન આ યુવાન શ્યામખારીની ભારત હોટલ ખાતેથી મળી આવ્યો હતો. જેથી આ યુવાનને સાંતલપુર ગામે પરત લાવી યુવાને પરિવારજનો સાથે ચાર વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવી હતી. તો યુવાનની માતાએ જણાવ્યું હતું.
અવાર-નવાર વ્યાજખોરો ઘરે આવીને બિભત્સ ગાળો બોલી યુવાનને માનસિક ત્રાસ આપતા હતા અને વ્યાજખોરો દાદાગીરી કરી વીસ ટકાથી વધુ વ્યાજ વસુલતા હોવાનું યુવાને પોલીસ સમક્ષા જણાવ્યું હતું. જેથી સાંતલપુર પોલીસે ગુનો દાખલ કરી ચાર વ્યાજખોર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.