Santalpur
સાંતલપુર (Santalpur) તાલુકાના ગડસઈ ગામે રહેતી 33 વર્ષીય પરિણીતા સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતા તેના પિયર અમરાપુર ગામે તેની માતાને મળવા ગઈ હતી. આ દરમિયાન ગામના એક શખ્સ અમરાપુર ગામે જઈને પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશકરી હતી.
આ બાબતે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સાંતલપુર તાલુકાના ગડસઈ ગામે રહેતી 33 વર્ષીય પરિણીતા મંગળવારે પિયર અમરાપુરા ગામે રહેતા તેણીના માતા પિતાને મળવા ગઈ હતી.
આ પણ જુઓ : પોલીસ કર્મચારીનો નિયમોનો ભંગ કરતો વિડિઓ વાઇરલ થતા સસ્પેન્ડ કરાયા
મંગળવારે રાત્રે પરિણીતા તેના ઘરે સુતી હતી ત્યારે તેના ગામનો ઠાકોર વિનોદભાઈ શંભુભાઈ ઘરની અંદર આવી ઈજ્જત લેવાની કોશિશ કરતા મહિલાએ બૂમાબૂમ કરી હતી. બૂમ સાંભળી મહિલાની માતા અને બહેન આવી જતા યુવાન ત્યાંથી નાસી છૂટયો હતો.
આ અંગે મહિલાએ સમી પોલીસ મથકે ઠાકોર વિનોદભાઈ શંભુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.