સાંતલપુર ગામે દૂધના વેપારી ઉપર છરીના ઘા મારી હિચકારો હૂમલો કરવામાં આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. ગરામડી વાલાજ સધી ડેરીના ડ્રાઈવરે વેપારી ઉપર છરી વડે હૂમલો કર્યો હતો.

દૂધના ખાલી કેરેટની લેતી-દેતીમાં વેપારી પર ડ્રાઈવરે હૂમલો કર્યો હતો. તો ઘાયલ વેપારીને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

તો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હૂમલાખોર ડ્રાઈવરને પોલીસે બાબરા ગામેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.