સાંતલપુર ચોરાળ ઠાકોર સમાજ દ્વારા નૂતન રામદેવપીર મંદિર બનાવવામા આવ્યુ છે જેના અનુસંધાને બાબા રામદેવપીર ની મૂર્તિ ની પ્રાણ પ્રતિસઠા કરવામાં આવી હતી જેમાં ચોરાળ ઠાકોર સમાજ દ્વવારા વાજતે ગાજતે સાંતલપુર ગામની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
જેમાં સાંતલપુર ઠાકોર સમાજ તેમજ હિન્દૂ યુવા સંઘઠન સાંતલપુર તેમજ સમસ્ત હિંદુ ભાઈ આ શોભા યાત્રા મા જોડાયા હતાં બહોળી સંખ્યામાં સાંતલપુર ગામના ભાવિક ભકતો દ્વારા બાબા રામદેવપીરની મૂર્તિ સાથે પગપાળા ગામની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
સાંતલપુર ગામે નૂતન મંદિર બાબા રામદેવપીર મંદિર નું ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવ્યુ હતું જેમાં સાંતલપુર ચોરાળ વિસ્તાર ના ઠાકોર સમાજના જાગૃત યુવાનો અને વડીલો હાજર રહયા હતાં જેમાં બાબા રામદેવપીર ના મંદિરના શિખર ઉપર નેજુ ચડાવવા નો ચડાવો દૂધકિયા રામા ભાઈ મોહન ભાઈ દ્વારા એક લાખ તોતેર હજાર રૂપિયાનો ચડાવો લેવામાં આવ્યો
હતો તેમજ બાબા રામદેવપીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ચડાવો ભટાસણા જેમલભાઈ હોથી ભાઈ દ્વારા ત્રેપન હજાર એકસોને એકાવાન રૂપિયાનો ચડાવો લેવામાં આવ્યો હતો તેમજ હવનની વેણીમાં બેસવાનો ચડાવો કોલી શંકર ભાઈ મેરા ભાઈ દ્વવારા બાવન હજાર એકસો ને એકાવન રૂપિયા નો ચડાવો લેવામાં આવ્યો હતો.