સાંતલપુરના પર ગામે જૂની અદાવતમાં એક શખ્સે છરી વડે હુમલો કરી યુવકની હત્યા નિપજાવી

4/5 - (1 vote)

સાંતલપુરના પર ગામમાં બે યુવકો વચ્ચે જૂની અંગત અદાવતને લઈ બબાલ થતા નિકુલસિંહ જાડેજા નામના યુવકે ભરતસિંહ જાડેજા નામના યુવકને છરી ના ઘા મારતા ભરતસિહ નું ધટના સ્થળે મોત થતાં પર ગામમાં સનસનાટી વ્યાપી જવા પામી હતી. તો બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસે પર ગામે તાબડતોબ પહોંચી કાયદો અને વ્યવસ્થા સંભાળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી આરોપી ને ગણતરી ના કલાકોમાં ઝડપી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી માહિતી મુજબ સાંતલપુરના પર ગામમાં રહેતા નિકુલસિંહ જાડેજા અને ભરતસિંહ જાડેજા વચ્ચે છેલ્લા બે6 વષૅથી અંગત અદાવત ચાલતી હોય ગતરોજ નિકુલસિહ જાડેજા પોતાના ઘરે હાજર હોય તે સમયે ભરતસિંહ જાડેજા પોતાના ઘરથી નિકળી નિકુલસિહ ના ધર પાસેથી પસાર થતાં નિકુલસિંહ જાડેજા ના મનમાં જુની અદાવત નું ભૂત ધૂણતા ઉશ્કેરાયેલા નિકુલસિંહ જાડેજા એ પોતાની પાસે ની છરી વડે ભરતસિહ જાડેજા ઉપર ઘા કરતા ગંભીર ઈજાઓ ના કારણે ભરતસિહ જાડેજા નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો બનાવ ને પગલે પર ગામમાં સનસનાટી વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ સાંતલપુર પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ માં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકની લાશના પીએમ માટે જાડેજા સમાજના લોકો સહિત પર ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ખાતે હાજર રહ્યા હતા. તો પોલીસે આરોપી નિકુલ જાડેજાને ગણતરીના કલાકોમાંજ ઝડપી લીધો હોવાનું સાંતલપુર પીએસઆઇ હાર્દિકભાઈ પરમારએ જણાવ્યું હતું. અને આ બનાવની હકીકત જણાવતા તેઓએ કહ્યું હતું કે ભરતસિંહ બાબુજી જાડેજાએ બે વર્ષ અગાઉ નિકુલ સિંહ પર હુમલો કર્યો હતો જેનો ખાર રાખીને નિકુલસિંહ જાડેજાએ ગત રાત્રીએ પર ગામમાં ભરતસિંહ જાડેજા ઉપર છરી ના ઘા કરતા ભરત સિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકની લાશને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપી ને ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures