Sapna Chaudhary Bangro: સપના ચૌધરીના નવા સોન્ગ બાંગરોએ 4 દિવસમાં તોડયા તમામ રેકોર્ડ.

Sapna Chaudhary Bangro song

છેલ્લા ઘણા સમયથી હરિયાણવી ગીતોએ જોરદાર ધમાલ મચાવી છે. દરરોજ કોઈને કોઈ હરિયાણવી ગીત સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. જ્યારે હરિયાણવી ગીતોની વાત હોય અને સપના ચૌધરીનો (Sapna Choudhary) ઉલ્લેખ ન હોય એવું બની જ ન શકે.

સપના ચૌધરીને કોઈ ઓળખાણની જરુર નથી. તેના ગીતોમાં થોડીક જ મિનિટોમાં લાખો વ્યૂઝ આવી જાય છે. પ્રશંસકો તેના નવા- નવા ગીતો સાંભળવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. સપનાનું નવું ગીત બાંગરોને (Sapna Chaudhary Bangro) યૂટ્યૂબ (YouTube) પર જોરદાર પસંદ કરવામાં આવી રહ્યું છે. અ ગીતમાં સ્વર આનંદ ચહલ અને પ્રિન્સ રોજે આપ્યો છે.

સપના ચૌધરી નું ગીત જ્યારે પણ આવે છે તે જોરદાર ધમાલ મચાવે છે. ફરી એક વાર આવું જ થઈ રહ્યું છે. સપના ચૌધરીનું નવું ગીત બાંગરો છવાઈ ગયું છે. રિલીઝ થયા બાદથી જ આ ગીત ટ્રેડિંગ સોન્ગના લિસ્ટમાં આવી ગયું છે.

બાંગરો સપના ચૌધરી અને પ્રિન્સ રોજ પર ફિલ્માંકન કરેલું ગીત છે. બંનેની ક્યૂટ સ્ટોરીને પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણથી આ ગીતને ચાર દિવસની અંદર જ 14 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સપનાનું બાંગરો ગીત યૂટ્યૂબ ચેનલ 47 Records પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને રિલીઝ થવાના સાત કલાકની અંદર જ લગભગ 5 લાખ વ્યૂઝ મળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here