FRC
વૈશ્વિક મહામારી કોરોનાને પગલે વાલીઓ પણ સ્કૂલ ફી અંગે દબાણ નહીં કરવાનો સરકારનો આદેશ હોવા છતાં અનેક સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પર ફી માટે દબાણ કરવામાં છે. તથા જે વાલીઓએ એફઆરસી (FRC) ના નિયમ પ્રમાણે ફી ભરી છે તેમના બાળકોનું ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હોવાનું તેમજ બાળકોને પરીક્ષામાં પણ બેસવા દેવામાં ન આવ્યાની ફરિયાદ સામે આવી છે.
આ અંગે કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. તો આ પ્રદર્શન દરમિયાન અભ્યાસ કરતા બાળકો પણ હાથમાં પ્લેકાર્ડ સાથે હાજર રહ્યા હતા.
અત્યારે શાળા તરફથી બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. તો આ દરમિયાન સુરતમાં કેટલીક શાળા દ્વારા ફીને લઇને સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેમજ આવી પરિસ્થિતિ આખા ગુજરાતમાં હોવાથી સરકાર દ્વારા ફી મામલે વાલીઓ પર દબાણ ન કરવાની સૂચના સરકાર તરફથી આપવામાં આવી છે.
પરંતુ સુરતમાં શિક્ષણ માફિયાઓની દાદાગીરી યથાવત રાખી છે. વાલીઓએ સરકારની FRC તરફથી નક્કી કરવામાં આવેલી ફી ભરવા માટે તૈયાર છે. છતાં પણ શાળા સંચાલકોએ પોતાની દાદાગીરી ચાલુ રાખી છે. તો એવામાં કેટલાક વાલીઓ તરફથી આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વાલીઓનું કહેવું છે કે સ્કૂલ તરફથી તેમના બાળકોનું શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાત કેટલાક બાળકોને પરીક્ષા પહેલા શાળાના વોટ્સએપ ગ્રુપમાંથી પણ કાઢી દેવામાં આવ્યા છે. શાળા સંચાલકોની આવી દાદગીરીથી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.