પાટણ જિલ્લામાં SDRF ની ટીમ સ્ટેન્ડ ટુ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પર કંટ્રોલરૂમ શરૂ કરાયો
રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર હવામાન વિભાગની આગાહીના પગલે સજ્જ બન્યું છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં વધુ વરસાદ થાય તો કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં SDRF ની ટીમને સ્ટેન્ડ ટુ કરાઈ છે. SDRF ની ટીમમાં 20 જેટલા સદસ્યો છે. જે વધુ વરસાદ વચ્ચે લોકોને બચાવવા માટે કામ કરી શકે છે. SDRF ની ટીમ પાસે અત્યાધુનિક સાધન સામગ્રી છે. લાઈફ જેકેટ તેમજ આધુનિક બોટ થી તેઓ વધુ વરસાદમાં આપત્તિના સમયે જાનમાલ ને બચાવવા માટે કટિબદ્ધ છે.
ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૨૪ કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટીના માર્ગદર્શન થકી નગરપાલિકા થી લઈ તાલુકા પંચાયત સુધી આપત્તિ અથવા વધુ વરસાદના સમયે નુકશાન ન થાય તે બાબતે તકેદારી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે.
ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે વરસાદના સમયે તમામ લોકોએ સાવચેતી રાખવી. વધુ વરસાદ થાય તો અને કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમને ફોન કરી જાણ કરવી. જેથી રાહત અને મદદની કામગીરી તાત્કાલિક કરી શકાય. જિલ્લાના વહીવટી તંત્ર તેમજ તમામ વિભાગના અધિકારીઓ સ્ટેન્ડ ટુ છે. જેથી કોઈપણ આપત્તિની સમસ્યાને પોહચી શકાય.
આપત્તિ જેવી કે ભારે વરસાદ, પૂર વગેરે વખતે નીચે જણાવેલ નંબરનો સંપર્ક કરવો :-
(1) મામલતદાર કચેરી પાટણ ( ગ્રામ્ય ) 02766-230700
(2)મામલતદાર કચેરી, સિદ્ધપુર 02767-220071
(3)મામલતદાર કચેરી, સરસ્વતી 02766-299140
(4)મામલતદાર કચેરી, ચાણસ્મા 02734-222021
(5)મામલતદાર કચેરી, હારીજ 02733-222076
(6)મામલતદાર કચેરી, સમી 02733-244333
(7)મામલતદાર કચેરી, શંખેશ્વર 02733 -273102
(8) મામલતદાર કચેરી, રાધનપુર 02746- 277310
(9)મામલતદાર કચેરી, સાંતલપુર 02738- 224125