Arnab Goswami
અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનર અન્વય નાઈકના પત્ની અક્ષતા નાઈક અને તેમના પુત્રી આજ્ઞા નાઈકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે મે 2018નો એ દિવસ તેઓ આજે પણ ભૂલ્યા નથી. માતા અને પુત્રીએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
અક્ષતા નાઈકે કહ્યું કે મારા પતિએ સ્યૂસાઈડ નોટ છોડી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. તેમણે કહ્યું કે અર્નબ પર 83 લાખ રૂપિયા અને ફિરોઝ પર ચાર કરોડ રૂપિયા બાકી લેણા છે. રૂપિયા માંગો તો મારવાની ધમકી આપે છે.
આ પણ જુઓ : ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને લઇ ફ્રાન્સ લાવશે નવો કાયદો
આ સ્યૂસાઈડ નોટમાં ફિરોઝ શેખ, અર્નબ ગોસ્વામીના સ્પષ્ટ નામ હતા. અક્ષતા નાઈકે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અર્નબે અનેકવાર તેમને ધમકી આપી છે. જ્યારે રૂપિયા માંગો તો કહે “તમારી છોકરીની કરિયર બરબાદ કરી નાખીશ. ઘર પર ધમકીભર્યા ફોન આવતા હતા અને આવતા જતા લોકો અમારો પીછો કરતા હતા.”
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.