Shahid Kapoor
શાહિદ કપૂર (Shahid Kapoor) હવે શશાં ખેતાનના દિગ્દર્શનમાં બનનારી ફિલ્મ યોદ્ધાને લઇને ચર્ચામાં આવ્યો છે. આ ફિલ્મને કરણ જોહર નિર્માણ કરવાનો છે. મળેલા રિપોર્ટસ મુજબ, ફિલ્મ યોદ્ધા માટે શાહિદ કપૂર સાથે દિશા પટાણીને સાઇન કરવામાં આવી છે.
આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળશે. શાહિદ અને દિશા જણા રોમાન્સ ભજવવાની સાથેસાથે ભરપુર એકશન સીન પણ કરવાના છે. ફિલ્મસર્જકને આ ફિલ્મ માટે એકશન અને રોમેન્ટિક બંને દ્રશ્યોને ન્યાય આપી શકે એવી અદાકારની તલાશ હતી. ઘણા વિચારવિમર્શ બાદ મેકર્સને દિશા બન્ને દ્રશ્યો ભજવવા માટે યોગ્ય લાગી હતી.
આ પણ જુઓ : કંગનાએ તુટેલી ઓફિસના ફોટા શેર કરી કહ્યુ આ મારા સપનાઓનો બળાત્કાર છે
દિશા ધર્મા પ્રોડકશન સાથે પહેલી વખત કામ કરવાની છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થાય તેવી શક્યતા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.