Shanidev
આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ શનિદેવ (Shanidev) ને ક્રુર ગ્રહ તરીકે જોવામાં આવે છે. સૂર્યપુત્રને સત્ય ખુબજ પ્રિય છે. ન્યાયના દેવતાને કોઇ વાત ખુંચે તો જરૂરથી આકરી સજા આપે છે. કહેવાય છે કે જો શનિદેવની ખરાબ નજર પડી તો સમજો મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે.
શનિદેવ (Shanidev) હંમેશા જે લોકો ન્યાયપ્રિય હોય તેમને સાથ આપે છે. તેમના પર શનિદેવનો પ્રભાવ પડતો નથી. તેમના કર્મ સ્થાનમાં શનિદેવ બીરાજે છે. તથા હંમેશા શુભ ફળ આપે છે. જો કે શનિદેવને મહેનતુ અને ઇમાનદાર લોકો ખુબજ પસંદ છે.
સાફ સફાઇ કરનાર સ્વચ્છતા જાળવનાર લોકોને શનિદેવ ક્યારેય હેરાન કરતા નથી. જે લોકો હંમેશા તેના નખ ચાવતા હોય શનિદેવ તેમના પર નારાજ થાય છે. જો કે શનિદેવને આ ત્રણ રાશિના જાતકો વધુ પ્રિય છે તેમના પર શનિદેવની કાયમી કૃપા દૃષ્ટી રહે છે.
તુલા રાશિ
તુલા રાશિ શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. આ રાશિનો સ્વામી શુક્રદેવ છે. આ રાશિના જાતક કર્મ પ્રત્યે ખુબજ ઇમાનદાર હોય છે. પ્રતિભાશાળી હોવાથી આ રાશિના જાતકો સમાજમાં માન સન્માન મેળવે છે. તથા આ રાશિના સ્વામી શુક્ર હોવાના કારણે તેઓ વૈભવી જીવન જીવે છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકો પર શનિ દેવ મહેરબાન હોય છે. આ રાશિના સ્વામી શનિદેવ (Shanidev) છે. આ રાશિના જાતકો હંમેશા ગરીબોની મદદ કરતા હોય છે. દયાવાન હોય છે. શનિદેવ તેમના સ્વાર્થવગરના સ્વભાવને કારણે મદદરૂપ થાય છે. આ રાશિના જાતકો હંમેશા માન સન્માન મેળવે છે. શનિદેવ બે રાશિના સ્વામી છે. એક રાશિ છે કુંભ અને બીજી છે મકર રાશિ આ રાશિ પર શનિદેવ મહેરબાન હોય છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો ખુબજ ભાગ્યશાળી હોય છે. તેઓ કોઇ પણ કાર્ય હાથમાં લે પુર્ણ કરીને જ જંપે છે. આ રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિના જાતકો પર શનિ દેવ મહેરબાન હોય છે. આ કારણે શનિદેવ આ રાશિ પર ખુશ રહે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.