Giribapu

મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા ગીરી બાપુ નું ભવ્ય સ્વાગત સાથે સ્મુર્તિ ચિન્હ અર્પણ કરી આવકારવામાં આવ્યા.

સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરતીના સાવરકુંડલા ગામના વતની અને પરમ શિવ ઉપાસક સાથે શિવ મહાપુરાણ કથાકાર પ.પૂ.ગીરી બાપુની પાટણ ખાતે નાં ઉપવન બંગ્લોઝ નજીકના વિશાળ મેદાનમાં હરિહર મહાદેવ મિત્ર મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમિયાન પ.પૂ.ગીરી બાપૂએ પાટણ શહેર નાં રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજી નાં મંદિર પરિસર ખાતે મંદિર ટ્રસ્ટના આમંત્રણને લઈને પોતાના પાવન પગલાં મંદિર પરિસર ખાતે કરી ભગવાન જગન્નાથની પુજા અર્ચના અને આરતી ઉતારી જગતના નાથ જગન્નાથજીના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

શહેરના જગન્નાથજીની મંદિર પરિસર ખાતે પધારેલા શિવ ઉપાસક પ.પૂ.ગીરી બાપુ નું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ સહિતના ટ્રસ્ટી ગણ દ્વારા ભવ્ય સ્વાગત કરી સ્મૃતિ ચિન્હ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.આ સાથે શ્રી જગદીશ મંદિર ના સંક્ષિપ્ત ઈતિહાસ થી વાકેફ કર્યા હતા.

પ.પૂ.શિવ કથાકાર ગીરી બાપુ એ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ઓની આગતા સ્વાગતા ને સરાહનીય લેખાવી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.