હિન્દુ મંદિરો માં રહેલ દરેક પ્રતીક નું અનેરું મહત્વ હોય છે મંદિરમાં આપણે પ્રવેશ કરીએ એટલે સૌ પ્રથમ આપણે ઘંટ વગાડીએ છીએ મંદિરો માં વિવિધ પ્રકારના નાના મોટા ઘંટ, ઘંટડીઓ ,હોય છે અને તેમાંથી અનેક પ્રકાર ના ધ્વનિ ઉત્પ્પન થતા હોય છે જે કર્ણપિ્રય લાગે છે ત્યારે આજે એવા ઘંટ ના ધ્વનિ નો ઘંટારવ સંભળાવીએ છીએ જે ઘંટ માં ૧ મિનિટ શુધી ૐ નો ધ્વનિ નીકળે છે આ અષ્ટ ધાતુ નો બનેલ ઘંટ આજથી પ૩૬ વર્ષ એટલે કે સવંત ૧પ૪૪ માં નેપાળ ના રાજા એ સિદ્ઘપુર કદમ ઋષિ ના આશ્રમ માં આપેલ છે અને આજે પણ આ ઘંટ હયાત છે અને સવાર સાંજ આરતી ના સમયે વાગે છે.
આ ઘંટ ના ઇતિહાસ ની વાત કરીએ તો પાડોસી દેશ નેપાળ ના રાજા ને સંતાન નહતું તેમજ દુષ્કાળ પડ્યો હતો અને મેઘ મહેર થાય તે માટેતીર્થ યાત્રા એ જાવ ત્યા શ્રીસ્થલ આજનું સિદ્ઘપુર આવ્યા હતા અને અહીં કરદમ ઋષિ ના આશ્રમમાં આવેલ કૃષ્ણ બલદેવના મંદિરમાં ભક્તિ કરી હતી અને તેના ફળ સવરૂપે પુત્ર પ્રાપ્તિ સાથે મેઘમહેર થઇ હતી અને મનોકામના પુરી થતા તેઓ સવંત ૧પ૪૪ માં અહીં આવ્યા હતા અને તેમની સાથે અષ્ટ ધાતુ નો બનેલ પ૦ કિલો વજન ધરાવતો ઘંટ ર૦ કિલો ચંદનના લાકડાથી બાંધી હાથી પર અહીં લાવ્યા હતા.
અષ્ટધાતુ નો આ ઘંટ ભારતમાં બે જગ્યાએ જોવા મળી રહયો છે ભારતમાં આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી અને બીજો ઘંટ પાટણના સિદ્ઘપુરમાં છે. આમ આ પ્રકાર ના માત્ર ૩ ઘંટ હોવાની માન્યતા છે આ અષ્ટધાતુ માં થી નીકળતો ૐકાર નો ધ્વનિ ઉઠતો હોય છે ત્યારે દિવ્ય આંદોલન નો અનુભવ થાય છે.