સિદ્ઘપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળ બંબાકાર વરસાદ ખાબકતાં સિદ્ઘપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસ અને સિદ્ઘપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં અને ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
ત્યારે આ પ્રવાહમાં એક બાઇક ચાલક અંદરથી પસાર થવા જતાં અંદર ફસાઈ ગયો હતો. સદનસીબે બાઇક પડતું મૂકી બહાર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાસ્પદ બન્યું હતું.
સિદ્ઘપુરના ખડિયાસણ- ડુંગરિયાસણ પાસે મોહિની નદીમાં એક બાઈકચાલક ફસાઈ ગયો હતો. પાણીના પ્રવાહમાં તેની બાઈક ફસાઈ જતાં આ યુવકે એને બચાવવા ઘણી જ કોશિશ કરી, પરંતુ પોતાનો જીવ બચાવવા બાઈકને પાણીના વહેણમાં તણાવાની કે ડૂબવાની પણ શક્યતાને લઈને તંત્ર અલર્ટ બની પોલીસ પોઇન્ટ મૂકવામાં આવ્યો છે.
આ વીડિયો સોમવારે થયેલા ભારે વરસાદ બાદની સ્થિતિનો છે, જેમાં એક વ્યિક્ત પાણીના ધસમસતા પ્રવાહમાં પોતાની બાઇકને બચાવવા જીવને પણ જોખમમા મૂકી રહ્યો છે.