MLA Chandanji Thakor

સિદ્ધપુર APMC માર્કેટ યાર્ડ હૉલ ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ ની ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત સરસ્વતી તેમજ સિદ્ધપુર તાલુકાના વિજયી થયેલ નવિન સરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ નો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સરપંચ શ્રી તેમજ સભ્યશ્રીઓને મોમેન્ટો, ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સિદ્ધપુર ધારાસભ્ય ચંદન જી ઠાકોર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું.

આ સાથે કોંગ્રેસ પક્ષ માંથી વિજયી થયેલ જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તેમજ નગરપાલીકા ના સદસ્યો નું પણ સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું.
સિદ્ધપુર ધારાસભ્યના જણાવ્યાં મુજબ દરેક સરપંચોને જ્યાં જરૂર પડે ત્યાં વિના વિવાદે કામ કરવાની પણ ખાતરી આપી.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શંકરજી ઠાકોર, જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, મરજીના બેન મલેક, વદુ સિંહ ઠાકોર, રણજીતસિંહ ઠાકોર, સિદ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ સાકેરા બેન મરેડિયા, ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમિદ ભાઈ મોકનોજીયા, સરસ્વતી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સારજીજી ઠાકોર, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, મુસ્લિમ અગ્રણી અહેમદભાઈ નાંદોલીયા, તેમજ તાલુકા ના સદસ્યો, જીલ્લા ના સદસ્યો સિદ્ધપુર વિધાનસભા કોંગ્રેસ ના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિવિધ ગ્રામજનોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024