- પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પરનું સર્કલ અકસ્માત ઝોન બનવા પાછળ સર્કલની વધુ ત્રિજીયા, 4 ફૂટની સર્કલની ઊંચાઈ વચ્ચે 16 થી 20 ફૂટના ઘટાદાર વૃક્ષો વાહન ચાલકો માટે પડદા રૂપ બનતા અકસ્માતનું કારણ બની રહ્યા છે.
- ત્યારે અત્યાર સુધીમાં ચાર નિર્દોષ લોકો મોતને ભેટ્યા બાદ સર્કલ નાનું કરવા અને વૃક્ષો દૂર કરવા માટે મુહિમ ઉપાડતા અંતે તંત્રએ સત્ય સ્વીકારી સર્કલ નાનું કરવા માટે બુધવારે પોલીસ, પાલિકા ,જીઇબી અને આરએનબી વિભાગોની સંયુક્ત મિટિંગ કરી મોડી રાત્રે કામગીરી શરૂ કરાઈ હતી.
- બુધવારે સંલગ્ન તમામ વિભાગોની જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બેઠક બોલવામાં આવી હતી. જેમાં જીઇબી, આરએનબી,પાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ મળી તાત્કાલિક સર્કલમાં સુધારવા માટે વિચારણા કરી સર્કલ નાનું કરવા સહીત જરૂરી સુધારા માટે જે તે વિભાગને નિરીક્ષણ કરી કામગીરી કરવા માટે નક્કી કરતાં મોડી રાત્રે સર્કલને તોડીને નાનું કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.
- આરએનબી નાયબ કાર્યપાલક ઈજનેર બી એમ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે સર્કલ નાનું કરવા સહીત નડતર રૂપ વૃક્ષો , વીજ થાભલો સહિતને દૂર કરી વાહન ચાલકોને સામેથી આવતા વાહનો સ્પષ્ટ રીતે દેખાય તેમજ ટ્રાફિક ન થાય તે તમામ બાબતો ધ્યાનમાં રાખી કેવું કેટલું સર્કલ રાખવું તે માટે સ્થળ નિરીક્ષણ કરી આયોજન કરવાનું કહીં મોડી રાત્રે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- ગુરુવારે પાલિકા અને જીઈબી દ્વારા સર્કલ અંદર ઉભેલા વીજ થાંભલા અને વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે.
નોંધનીય છે કે આ અગાઉ સિદ્ધપુર ચાર રસ્તા નજીક મૂળ વાગદોડ ના રહેવાથી અને હાલ પાટણ હોસાપુર નજીક આવેલ આયુષ ટાઉનશીપ માં રહતા પરેશભાઈ પટેલ પોતાની પત્ની ને પુત્ર જેનિષ સાથે આવી રહ્યા હતા ત્યારે પાછળ થી પુરઝડપે આવી રહેલ ટર્બોના ચાલકે દંપતી ને અડફેટે લીધા હતા જેમાં પુત્ર જેનિષ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું તો દંપતી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.