અષાઢી બીજના પાવન પ્રસંગે સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વડુ મુકામે સિધ્ધપુર વિધાનસભાના કાર્યાલય ને ખુલ્લુ મુકયું હતું. વડુ સહિત આજુબાજુના ગ્રામજનોને લોકપ્રશ્નોની હાલાકી ન પડે તે માટે વડુ મુકામે કાર્યાલય બનાવવામાં આવ્યું હતું.
આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ટોટાણા આશ્રમના દાસ બાપુ સહિત નામી-અનામી સંતો અને મહંતો અને કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનોની હાજરી વચ્ચે કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.