પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીને અનેક નિદોષ માનવ જીદગીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે
ત્યારે સોમવારના રોજ સિદ્ઘપુર તાલુકાના દશાવાડા-નેદ્રોડા માર્ગ પર સીએનજી ગેસ ભરીને જઈ રહેલા ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આશાસ્પદ બાઈક ચાલક યુવાનનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું.
આ માર્ગ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ સિધ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે રહેતા ઠાકોર લાલાજી મદારજી સોમવારના રોજ બાઇક લઇને પાટણ આવી રહ્યા હતા ત્યારે દશાવાડા નેદ્રોડા માર્ગ પર થી પસાર થઇ રહેલા સીએનજી ગેસ ભરેલા ટેન્કર ચાલકે તેઆેને સામેથી ટક્કર મારતા લાલાજી ઠાકોર ને ગંભીર ઈજાઆે થતાં તેઆેનું કરૂણ મોત નીપજ્યું હતુ.જોકે અકસ્માત સર્જી સીએનજી ગેસ ટેન્કર ચાલક પોતાનું ટેન્કર સ્થળ પર મૂકી પોલીસ મથકે હાજર થયો હતો.
આ બનાવની જાણ થતાં કાકોશી પોલીસ સ્થળ પર પહોંચી લાશ પંચનામું કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોિસ્પટલ ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનાર લાલાજી ઠાકોરના કુટુંબી ભાઈના બે દિવસ પૂર્વે લગ્ન હોઈ આ અકસ્માતના પગલે લગ્નની ખુશીનો માહોલ શોકમાં પલટાઇ જવા પામ્યો છે.