મહીસાગર ના સંતરામપુર માં ગેરકાયદેસર ગર્ભપાત ના વાયરલ વિડિઓ ને લઈ ચકચાર મચી છે. તેવામાં સિદ્ઘપુર તાલુકાના તાવડીયા ગામ પાસે અવાવરું જગ્યા પર પ્લાસ્ટિક ના ૧૩ જેટલા ડબ્બામાં ભ્રુણ અવશેષ મળી આવતા ચકચાર મચી જવા પામી છે અને ઘટના ને લઈ સ્થાનિક લોકો ફિટકાર વરસાવી રહ્યા છે તો પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી ને તપાસ કરી આ મામલે આરોગ્ય વિભાગ ના અધિકારી ને જાણ કરતા તેઓ પણ સ્થળ પર પહોંચતા છેવટે ઝીણવટ પૂર્વક તપાસ કરવા માટે એફ.એસ.એલ. ની ટીમ બોલાવીને તમામ ભ્રુણ અવશેષો એફ.એસ.એલ.ની ટીમે કબ્જે કરી તેને તપાસ માટે મોકલી આપ્યા છે તો પોલીસે પણ આ મામલે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લા ના સંતરામપુર નો ગેરકાયદેસર રીતે ગર્ભપાતના મુદ્દાને લઈને ભારે ચકચાર મચી છે તેવામાં સિદ્ઘપુર તાલુકામાં પણ ભ્રુણ અવશેષો મળી આવતા હડકમ મચી જવા પામી છે સિદ્ઘપુરના તાવડીયા રોડ પર ૧૩ જેટલા માનવ ભ્રુણ અવશેષો પ્લાસ્ટિકના ડબ્બામાં કોઈ અજાણ્યો ઈસમ મૂકી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘટનાની જાણ સ્થાનિકો લોકોને થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ઘટના સ્થળનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય સાથે ફિટકારની લાગણી વરસાવી રહ્યા હતા.
પ્લાસ્ટિકના ડબ્બામાં ૧૩ જેટલા ભ્રુણ અવશેષો મળી આવ્યાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ૧૩ જેટલા ભ્રુણ અવશેષો અવાવરું સ્થળ પર મળતા અનેક સવાલો ઉભા થયા છે કે કોઈ પ્રસ્તુતિ ગૃહ કે હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર ગર્ભપાત કરાયુ હોય અથવા કોઈ હોસ્પિટલમાં ડિસ્પ્લે માટે મુકાયેલ હોય અને તેનું ડીસ્પોજ સરકારના નિયમ પ્રમાણે કરવાને બદલે આ ભ્રુણ ફેંકાયા હોય તેવી ચર્ચા ઓ થઈ રહી હતી.
હાલ તો ૧૩ જેટલા ભ્રુણ ફેંકાયેલી હાલતમાં મળી આવતા સિદ્ઘપુર તાલુકા આરોગ્ય તંત્ર સ્થળ પર પહોંચી અને તપાસ કરતા એક ડબ્બા માં બાળભ્રુણ અવશેષ જોવા મળ્યા હતા તો અન્ય ડબ્બા માં પણ માનવ અવશેષ જોવા મળતા ચોક્કસ ખાતરી કરવા માટે એફ એસ.એલ ને જાણ કરવામાં આવી હતી.
સિદ્ઘપુર ના તાવડીયા ગામે પાણી ના વોળાના અવાવરું જગ્યા પર ૧૩ જેટલી પ્લાસ્ટિક બરણીમાં માનવ ભ્રુણ અને મેડિકલ વેસ્ટ પડેલ હોવાનું કાકોશી પોલીસ મથકે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા માનવ ભ્રુણ જોવા મળ્યું હતુ સાથે માનવ અંગો પ્લાસ્ટીક બરણી માં જોવા મળતા આ બાબત હેલ્થ વિભાગને લગતી હોઈ સ્થાનિક આરોગ્ય અધિકારીને બોલાવ્યા હતા અને આ મામલે તપાસ માટે એફ એસ એલ ને બોલાવી તમામ મુદ્દામાલ કબ્જે કરી અને તપાસમાં જે રિપોર્ટ આવે તે મુજબ પોલીસ કાર્યવાહી આગળ કરવામાં આવશે હાલ જાણવા જોગ નોંધ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.