જવાહર નવોદય વિદ્યાલય લણવા ખાતે રજત જયંતિ સમારોહ યોજાયો.

પોસ્ટ કેવી લાગી?

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સોમાભાઇ મોદી અને મહેસાણા જિલ્લાના સાંસદશ્રી શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે હે.ઉ.ગુ.યુર્નિવર્સિટીના કુલપતિ ર્ડા.અનીલ નાયક ભૂતપૂર્વ, પ્રોફેસર ર્ડા.એમ.કે.વર્મા, શ્રી ડી રાજેશ્વર રાવ જોડાયા હતા.

ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય લણવા ખાતે શિક્ષણરૂપી બીજ ૧૯૯૩ ના રોજ રોપાયુ હતું. જે હાલ ૨૫ વર્ષપૂર્ણ કરી વટવૃ્ક્ષમાં ફેરવાયું છે. ૨૫ વર્ષના સમયગાળામાં સ્કૂલે ખુબજ નામના મેળવી છે. કાર્યક્રમના સંબંધમાં વિદ્યાર્થીઓ દ્વારા કારકિર્દી માગર્દશન સેમીનાર, પુરસ્કાર વિતરણ, વૃક્ષારોપણ અને રક્તદાન કેમ્પ તેમજ કેમ્પસની સાફ સફાઇ વગેરે કાર્યક્રમો કરવામાં આવેલ હતા. રમતક્ષેત્રે, કલાક્ષેત્રે મોટી સિધ્ધીઓ હાંસલ કરી છે. ૨૫ વર્ષના સમયગાળામાં ઘણાબધા ડોકટર્સ, ઇજનેરો, શિક્ષકો, અધિકારીઓ આ સ્કૂલમાં શિક્ષણ મેળવી ઊંચા હોદ્દા ધરાવે છે. આ સ્કૂલ ગુજરાતની શાળાઓમાં મોટી નામના ધરાવે છે. દર વર્ષે ૧૦૦ ટકા રીઝર્લ્ટ આપી બોર્ડ લેવલે નામના મેળવી છે. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન એલ્યુમની એસોસીએશન ઓફ નવોદય પાટણ દ્વારા કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે મૂખ્ય મહેમાનશ્રી સોમાભાઇ પટેલે જણાવ્યું હતુ કે, બાળકોના ઘડતરમાં શિક્ષણનો પાયો ખુબજ મહત્વનો હોય છે. આ સ્કૂલ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ સરાહનીય છે. જેથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ કરી કર્યું છે. પ્રસંશનીય કામગીરી કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મહેસાણા વિભાગના સાંસદ શ્રીમતી શારદાબેનએ પણ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તમારી કારર્કિદી વધુ ઉજવળ બનાવી આગળ વધારવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રિન્સીપાલશ્રી કે.કુપાનંદનમએ સ્વાગત પ્રવચન કરી શાળાની રૂપરેખા રજુ કરી હતી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ ભારવિધી વાઇસ પ્રિન્સીપાલ મમતાબેને કરી હતી.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થી સંગઠન (ANN)એ આ કાર્યક્રમને સફળ બનાવવામાં bઅભૂતપૂર્વ ફાળો આપેલ છે. તથા વાલીગણ, વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures