Rajkot / TRP ગેમ ઝોન દુર્ઘટનામાં તપાસ માટે ‘સીટ’ એ સરકાર પાસે વધુ સમય માંગ્યો

Rajkot Game Zone Fire : રાજકોટના નાનામવા પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં બનેલી ગોજારી દુર્ઘટનામાં 27 નિર્દોશ લોકોના મોત થયા હોય આ મામલે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિમેલી સિટને 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો જે દસ ગઈકાલે પૂરા થયા છે પરંતુ, આ અગ્નિકાંડમાં અનેક પૂરાવા મેળવવાના હજુ બાકી હોય સિટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ છે. સિટની તપાસમાં પોલીસની મંજુરીની પ્રક્રિયાની ફાઈલનો આશરે અર્ધો હિસ્સો ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળેલ નથી, ઉપરાંત અન્ય દસ્તાવેજી પૂરાવાઓની પણ સિટ દ્વારા શોધખોળ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.

બીજી તરફ, રાજકોટ પોલીસની સિટ દ્વારા આ અગ્નિકાંડમાં મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં એક આરોપી  અને ગેમઝોનના માલિક કિરીટસિંહ જાડેજાની રિમાન્ડ આજે પૂરી થતા આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરાશે. સૂત્રો અનુસાર આરોપીની પુછપરછમાં એવું બહાર આવ્યું છે કે ઈ.સ.2001માં ગેમઝોનની શરૂઆત થતા તે ધીમે ધીમે જામવા લાગ્યો અને લાખો રૂ।.ની તગડી આવક થવા લાગતા તેમાં બાંધકામ વધવા લાગ્યું હતું. પરંતુ, આ ગેમઝોનમાં કેટલી આવક થઈ છે તે અંગે પોલીસને હજુ ચોક્કસ માહિતી મળી નથી, કારણ કે મુલાકાતી લોકો દ્વારા કેટલાક ઓનલાઈન અને કેટલાક કેશ પેમેન્ટ કરતા હતા અને રોકડ વ્યવહારનું આખુ રેકોર્ડ આગમાં સળગી ગયાનું જણાવાયું છે. જ્યારે બેન્કીંગ વ્યવહારોની વિગતો મેળવાઈ રહી છે. આ કેસમાં મોટી લેવડદેવડની શક્યતા છે અને ઈન્કમટેક્સ પણ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા છે.

Nelson Parmar

Related Posts

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

બેફામ રીતે રોંગ સાઈડમાં ઘુસી જતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આવા રોંગ સાઈડ રાજુઓને બરાબરનો પાઠ ભણાવવા અને વધી રહેલા માર્ગ અકસ્માત રોકવા માટે પોલીસ…

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024