Padmanabha temple

Patan Padmanabhaji Saptaratri Mela

પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવાર ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી (Patan Padmanabhaji Saptaratri Mela) ના આગામી તારીખ 29/11/2020 ને રવિવાર થી તા 5/12/2020 શનિવાર સુધી યોજાનારા સપ્તરાત્રી રેવડિયા મેળા ચાલુ સાલે કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પણે બંધ રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ને લેખિતમાં પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે.

તો શ્રી પદ્મનાભ ભગવાનનાં મેળા ને અનુલક્ષીને જે ધાર્મિક પરંપરા જોડાયેલી છે તે પરિપૂર્ણ કરવા તંત્ર દ્વારા ઈશ્યુ કરવામાં આવનાર 50 લોકોનાં પાસ સિવાયનાં કોઈ પણને મંદિર પરિસરમાં પ્રવેશ આપવા માં નહીં આવે. પદ્મનાભ ભગવાન નાં સપ્તરાત્રી મેળા ની ધાર્મિક પરંપરા પ્રસંગે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર ની પુરી ટીમ ઉપસ્થિત રહેશે.

મંદિર પરિસર ખાતે લોકો ની ભીડ એકત્ર ન થાય તે માટે કલમ 144 લાગું કરવામાં આવી છે તો ભગવાન નાં સપ્તરાત્રી મેળા ની ધાર્મિક પરંપરા સિવાય નાં સમયમાં પણ શ્રી પદ્મનાભ ભગવાન નાં મંદિર પરિસર ખાતે આવનાર દશૅનાથીઓ એ સરકાર ની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. વહીવટીતંત્ર ની સુચના નું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ પ્રાંત અધિકારી એ જણાવ્યું હતુ.

આ પણ જુઓ : DyCM નીતિન પટેલની વિકેન્ડ કર્ફ્યૂ અંગે કરી જાહેરાત

ત્યારે ચાલુ સાલે ફેલાયેલી કોરોના ની વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પાઠવવામાં આવેલ પરિપત્ર ને લઈને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા કારતક સુદ ચૌદશ ને તારીખ 29 11 2020 ના રોજ થી તારીખ 5 12 2020 સુધી યોજાનારા ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્ત રાત્રી રેવડીયા મેળા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે.

સાથે સાથે વર્ષોની પરંપરાનુસાર પદ્મનાભ ભગવાન ની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી ના ધાર્મિક પ્રસંગમાં પણ સરકારના પરિપત્ર મુજબ 50 માણસોથી વધુ લોકો ને એકત્ર નહીં કરવા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે સમાજનાં સૌએ પણ આ કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને પોત પોતાના ધરે રહી ભગવાન શ્રી પદ્મનાભજીની પુજા અર્ચના અને દશૅન નો લાભ મેળવી કોરોના ને નાથવામાં સહભાગી બનવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ જુઓ : આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરુ

ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્ત રાત્રી મેળા દરમિયાન પદ્મનાભ મંદિર ખાતે થી નિકળનારી જ્યોત સ્વરૂપે રવાડી નાં દશૅન ધમૅ પ્રેમી નગરજનો પોતાનાં ધરે બેસીને કરી શકે તે માટે ટેકનોલોજી નાં માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવનાર હોવાનુ પણ મંદિર પરિસર નાં સુત્રો એ જણાવ્યું છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024