પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં મામલતદાર કચેરીની બહાર બેસીને સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરી રહેલા કેટલાક વ્યવસાયકારોનાં ટેબલોને તાજેતરમાં પાટણનાં પ્રાંત આેફિસરે ઉઠાવી લીધા હોવાની ઘટના બની હતી.

આ બનાવ અંગે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેને પૂછતાંતેઆેએ જણાવ્યું કે, અમે હમણાં પાટણનાં સ્ટેમ્પ વેન્ડરોનો રિવ્યુ કર્યો હતો. જેમાં અમને જાણવા મળ્યું કે, પાટણની મામલતદાર કચેરીની બહાર કાર્યરત કેટલાક સ્ટેમ્પવેન્ડરોનાં પરવાનાં ચેક કરવામાં આવ્યા હતા.

તથા કેટલાક લોકો નકકી કરેલા ભાવ કરતાં વધુભાવ સ્ટેમ્પ અને ટિકીટોનાં લઈ રહયા છે. આથી અમે જાતે જ આ લ્ાોકોનાં ચેિકગમાં નિકળ્યા હતા . જેમાં અમને જોતાં કેટલાક લોકો જોઈને જતા રહયા હતા. તેઆેનાં બિનવારસી ટેબલો અમે ઉઠાવી લીધા હતા.


તેમણે કહયું કે , અમે અમારા કાર્યક્ષેત્રમાં આવતા તાલુકાઆેમાં સ્ટેમ્પ વેન્ડરોનાં લાયસન્સ રિન્યુ કરીએ છીએ. જે લગભગ એપિ્રલમાં થતા હોય છે પરંતુ આ વખતે કોરોના કાળનાં કારણે હવે તે જુનમાં કરવાનાં છીએ

પાટણમાં બે પ્રકારના સ્ટેમ્પ વેન્ડરો જેમાં એક ઈ-સ્ટેમ્પીંગ કે જેઆેને પ્રાંત અધિકારીની કચેરીમાંથી લાયસન્સ અપાય છે . તેમણે કહયું કે , અમે લાયસન્સ અંગેનાં રિવ્યુ કર્યા હતા. અમે સ્ટેમ્પ વેન્ડરોને તેમનાં રજિસ્ટર નિભાવવાની સૂચના આપેલી છે અને જો તેઆે વધારે ભાવ લેતા હોવાનું માલુમ પડશે તો અમે લાયસન્સ રદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024