- અગ્નિકાંડમાં ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
- હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી
- ભ્રષ્ટાચારી સાગઠીયાનો મુદ્દો પણ હાઈકોર્ટમાં ચર્ચાયો
- ફાયર સેફટી અને ડિપા.ને લઈ હાઈકોર્ટે વેધક સવાલ કર્યા
રાજકોટ અગ્નિકાંડ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે, ‘અમુક લોકો સામે પગલાં લેવાય અને પછી જૈસે થેની સ્થિતિ થઈ જાય છે તેવું આ વખતે ના થવું જોઈએ. ચેક એન્ડ બેલેન્સની સીસ્ટમ હોવી જોઈએ. કેટલાક લોકો સામે પગલાં લઈ પછી શાંતિ રાખવાની તેવું ના થવું જોઈએ. સમગ્ર મામલામાં જે કોઈ કસૂરવાર કે જવાબદાર હોય તેની સામે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના આકરી કાર્યવાહી કરો. અગાઉ આ કેસમાં હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને મ્યુનિસિપલ કમિશનરો સહિતના જવાબદારો આકરા પગલાં લેવા હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે સીટને સમાંતર ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા અને તેને તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે સોગંદનામા સાથે આ સમિતિનો ફેક્ટ ફાઈન્ડીંગ રિપોર્ટ સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.