રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાનું દમદાર પ્રદર્શન, પાકિસ્તાનને 6 રને હરાવ્યું

IND vs PAK T20 WC : ભારતીય ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 6 રને હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને મેચ જીતાડી. છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનનો એક સ્ટાર ખેલાડી ભાવુક થઈ ગયો હતો.

T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂન) ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 રને હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાનું હવે પછીના રાઉન્ડમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ ગયું, જ્યારે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં માત્ર 119 રન બનાવ્યા હતા પરંતુ ટીમ ઈન્ડિયાની જબરદસ્ત બોલિંગની સામે પાકિસ્તાન આ રન પણ બનાવી શક્યું ન હતું અને તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. 

ભારતની શાનદાર બોલિંગ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર આજે વધારે ખાસ દમ દેખાડી શક્યા ન હતા ત્યારે એક સમયે લાગતું હતું કે ભારત માટે જીતના કોઈ અણસાર દેખાતા ન હતા. પરંતુ ભારતના બોલરોએ જોરદાર પ્રદર્શન કરતા મેચની બાજી જીતમાં પલટી નાખી હતી. ટીમ ઈંડિયા તરફથી સૌથી વધુ 3 વિકેટ જસ્પ્રીત બુમરાહે લીધી હતી. તેને મેન ઓફ ધ મેચ પણ અપાઈ હતી. બીજી બાજુ હાર્દિક પંડ્યાએ 2 વિકેટ, જ્યારે અર્શદીપ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

વિરાટ-રોહિત નિષ્ફળ 

ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત ટક્કર થવાને લઈને ઘણો ઉત્સાહ રહ્યો હતો,પરંતુ પિચના તણાવને કારણે પહેલાથી જ હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ હતી. હાઈવોલ્ટેજ મેચમાં વિરાટ કોહલી (4) અને રોહિત શર્મા (13) રન જ ફટકાર્યા હતા. પ્રથમ 3 ઓવરમાં જ બન્ને ઓપનર આઉટ થઈ જતા મોટા સ્કોર થવાની શક્યતાઓ પણ ઓછી થઈ ગઈ.

પાકિસ્તાન સામે હંમેશા શાનદાર પ્રદર્શન કરનાર કોહલી પ્રથમ વખત બીજી ઓવરમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિતે પ્રથમ ઓવરમાં ચોક્કસપણે સિક્સર ફટકારી હતી, પરંતુ શાહીન શાહ આફ્રિદીએ તેને પણ ત્રીજી ઓવરમાં આઉટ કર્યો હતો.

120 રનનો ટાર્ગેટ

ભારતે પાકિસ્તાન સામે આપેલા 120 રનના ટાર્ગેટનો બચાવ કર્યો હતો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે પ્રથમ વખત આટલા ઓછા રનના લક્ષ્યનો બચાવ કર્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7માં જીત મેળવી છે. પાકિસ્તાની ટીમ માત્ર એકમાં જ વિજય નોંધાવવામાં સફળ રહી છે.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

Nelson Parmar

Related Posts

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના જામીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી અરવિંદ…

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024