JEE&NEET

JEE&NEET

કોરોના કહેર યથાવત હોવા છતાં જેઇઇ અને નીટ (JEE&NEET)ની પરીક્ષાઓ યોજવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. તેમજ વિદ્યાર્થીઓએ એડમિટકાર્ડ પણ ડાઉનલોડ કરી લીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને તેના વિદ્યાર્થી યુવા સંગઠનો દ્વારા દેશભરમાં આ પરીક્ષાઓ હાલ ન યોજવાની માંગ કરવામાં આવી રહી છે. આ સંગઠનો અને વિપક્ષની માગણી છે કે કોરોના મહામારી વચ્ચે પરીક્ષાઓ યોજાશે તો કોરોના વધુ ફેલાઇ શકે છે.

આ પણ જુઓ : નર્મદા ડેમના 10 દરવાજા ખોલતા 3 જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

આ મુદ્દાઓને લઇ હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી વગેરે રાજ્યોમાં વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. કેટલાક વિસ્તારોમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના પુતળા સળગાવવામાં આવ્યા હતા. હરિયાણામાં અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ માગણી કરી છે કે સરકારે વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખવી જોઇએ, તેમના જીવને જોખમમાં મુકીને આ પરીક્ષાઓ ન યોજી શકાય. વિદ્યાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી અને કહ્યું હતું કે તમે યુવાનો વિદ્યાર્થીઓ આ દેશના ભવિષ્ય છો, તમારી ચિંતા થાય છે માટે આ માગણી કરી રહ્યા છીએ.

આ પણ જુઓ : Pulwama ખાતે અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા, એક જવાન શહીદ

આ વિરોધમાં હાજર એક કોંગ્રેસ પ્રમુખ કુમારી સેલજાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહથી કોરોનાના કેસો બહુ જ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં પરીક્ષાઓને યોજવાની ઉતાવળ શું છે? સરકાર લાખો વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકી રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024