Central Vista project

Central Vista project

સુપ્રીમ કોર્ટે આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે 2-1ના બહુમતથી આ ચુકાદો આપતા કહ્યું  કે પેનલ સરકારની આ યોજનાને મંજૂરી આપી રહી છે. 

સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ સંસદ ભવનના શિલાન્યાસને મંજૂરી આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનની ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો.

દિલ્હીના રાજપથની બંને બાજુના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહે છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આ સમગ્ર વિસ્તારના રિનોવેટ કરવાની યોજના તરીકે ઓળખવામાં આવે છે.