Surat

Surat

સુરત (Surat) ના કતારગામ ડેરી ફળીયામાં રહેતા એક યુવક તેની સગીર પ્રેમિકા સાથેના અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનો બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે સગીરાના પ્રેમી કુશ પટેલની ધરપકડ કરી છે.

સુરતના આ કેસમાં કતારગામ વિસ્તારમાં ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલે તેના જ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ઓગસ્ટ 2020 પછી કુશ પટેલે સગીરા સાથે અવારનવાર તેણીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલુંજ નહિ પરંતુ આ અંગત વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો.

આ પણ જુઓ : દિયરે સાવ સામાન્ય બાબતમાં ભાભીની કરી હત્યા

ત્યારબાદ કુશ પટેલ અંગતપળોનો વીડિયો બતાવીને સગીરાને બ્લેકમેઈલ હતો. કુશ પટેલ સગીરાને કહેતો હતો કે, ‘તારે મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે, નહીં તો હું આપણા બંનેનો વીડિયો વાયરલ કરી દઈશ.’ જેથી ડરી ગયેલી સગીરાએ તેના ઘરમાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 2,30,00 અને તેના ભાઈના ઘરમાંથી રૂપિયા 50 હજાર મળી કુલ 2,80,000 રૂપિયાની ચોરી કરી હતી.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કોઈપણ ભાષાને ગુજરાતીમાં વાંચવા Google Translate App.

ચોરી અંગે પરિવારે પૂછતાં સગીરાએ જણાવ્યું હતું કે, બળાત્કારની ઘટના બાદ તેનો પ્રેમી બ્લેકમેઇલ કરીને તેણી પાસે ચોરી કરાવે છે. ત્યારબાદ પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કુશ પટેલની ધરપકડ કરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.