- વીર નર્મદ યુનિવર્સિટીમાં 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 જ થયો પાસ
- 99.29 ટકા વિદ્યાર્થીઓ નપાસ
- એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામ
- યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ
હંમેશા વિવાદોમાં રહેતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ યુનિવર્સિટી માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સ (M.A. ઈકોનોમિક્સ) એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામને કારણે વિવાદમાં આવી છે. જ્યારે M.A.ની ઇકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષા આપનાર 141 વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા, કારણ કે 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.
યુનિવર્સિટીની પરીક્ષામાં 141માંથી 140 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતાં અનેક સવાલો ઉભા થાય છે….આ ઘટના યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે…… એવું લાગે છે કે પરીક્ષાના પરિણામોમાં કેટલીક વિસંગતતા હોઈ શકે છે. યુનિવર્સિટીની ફરજ છે કે વિદ્યાર્થીઓની ફરિયાદોને ગંભીરતાથી લેવી અને આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવી. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે યુનિવર્સિટી નક્કર પગલાં લે તે પણ જરૂરી છે.