Sushant Singh Rajput
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં સીબીઆઈ દ્વારા તાપસ ચાલી રહી છે તપાસ દરમિયાન, સુશાંતના રૂમ મેટ અને દોસ્ત સિદ્ધાર્થ પીઠાનીએ કહ્યું હતું કે દિશાના અવસાનની વાત જાણીને સુશાંત બેહોશ થઇ ગયો હતો. એને એમ લાગતું હતું કે પોતાની સાથે પણ કંઇક અઘટિત થશે. હોશમાં આવ્યા પછી એ સતત કહેતો હતો કે મને પણ મારી નાખવામાં આવશે.
સિદ્ધાર્થના કહેવા મુજબ 8 મી જૂને દિશાના અવસાન પછી એને પોતાની જિંદગી જોખમમાં હોવાનો ડર લાગતો હતો. એણે સિદ્ધાર્થને પોતાની સિક્યોરિટી વધારવા અંગે વાત કરી હતી. સિદ્ધાર્થના આ નિવેદનથી સુશાંત અને દિશાના મૃત્યુ વચ્ચે કોઇ કનેક્શન હોવાની આશંકા બની રહી છે.
આ પણ જુઓ : રક્ષામંત્રી રાજનાથ સિંહ અને CM રૂપાણીએ PMને શુભકામનાઓ પાઠવી કહ્યું…
સિદ્ધાર્થના કહેવા મુજબ સુશાંત પોતાનું લેપટોપ, કેમેરા અને હાર્ડ ડ્રાઇવ શોધી રહ્યો હતો. એ માટે એણે રિયા ચક્રવર્તીને ફોન પણ કર્યો હતો. રિયા આઠમી જૂને જ સુશાંતનો બધો સામાન લઇને અન્યત્ર ચાલી ગઇ હતી. સુશાંતને ડર હતો કે રિયા એના બધા પાસવર્ડ જાણે છે એટલે અન્યોની સાથે ક્યાંક પોતાને પણ ફસાવી દેશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.