પાટણ : ચુંબકીય અસરનું તથ્ય આવ્યું બહાર.

PATAN News : The fact of the magnetic effect came out પાટણ શહેરમાં કોવિશીલ્ડ વેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદ ભરત જોષી નામના વ્યકિતને ચુંબકીય અસર થઈ હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થતાં અને મીડિયામાં તેનો અહેવાલ પ્રકાશિત થતાંજ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને આ ચુંબકીય અસરનો દાવો કરનાર વ્યકિતના નિવાસસ્થાને જઈ પાટણ તાલુકા આરોગ્યની ટીમે તેની રુબરુ તપાસ કરતાં કંઈક જુદુ જ જોવા મળ્યું હતું.

અને પરસેવાના કારણે અમુક ચીજવસ્તુઓ શરીર પર ચોંટતી હોવાનું તેઓની હાજરીમાં પાવડર છાંટીને ફલિત કરી બતાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગૌરાંગ પરમારે જણાવ્યું હતું કે પાટણની સરસ્વતી સોસાયટીમાં રહેતા ભરત જોષી નામના વ્યકિતને વેકિસન લીધા બાદ ચુંબકીય અસર થઈ હોવાનો વીડિયો વાયરલ થતાં તેની જાત તપાસ કરતાં

પરસેવાના કારણે હલકી ધાતુવાળી ચીજવસ્તુઓ ચોંટતી હોવાથી નાઈસીલ પાવડર છાંટયા બાદ આ ચુંબકીય અસર જેવું કંઈ ન હોવાનું ફલિત કરી બતાવ્યું હતું. જેથી ૧૮ થી ૪૪ વર્ષ અને ૪પ વર્ષથી ઉપરના જે લોકોએ રસી ન લીધી હોય તેવા લોકોને રસી લેવા આહવાન કરી પાટણ જીલ્લામાં આજદીન સુધી બે લાખ પચ્ચીસ હજાર લોકોએ અને ભારતમાં ૩પ કરોડ લોકોએ કોરોનાની વેકિસન લીધી હોવાનું જણાવી આ તમામ લોકોને કોઈ મોટી આડઅસર કે સાઈડ ઈફેકટ પેદા થઈ ન હોવાનું પણ જણાવ્યું હતું.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures