Taluka level Mari Mati Maro Desh program was held at Deodar

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત સમગ્ર રાજ્ય અને દેશમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે જિલ્લા ના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે દિયોદર ધારાસભ્ય કૅશાજી ચૌહાણ ની ઉપસ્થિત માં પોલીસ સ્ટેશન થી રેલી યોજી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવેલ જેમાં શહીદ વીરોનાં સ્મારક ને ફૂલ હાર ચડાવી દીપ પ્રગટાવી શ્રધાંજલિ આપવામાં આવી હતી તેમજ વીર જવાનો ને સન્માન કરવામાં આવેલ.

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ થકી ગામે ગામ થી માટી એકત્રિત કરી રાજધાની દિલ્લી ખાતે મોકલવામાં આવશે અને આવનાર સમયમાં દિલ્લી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે આ કાર્યક્રમ માં મામલતદાર એમ ડી ગોહિલ ,તાલુકા અધિકારી એમ ડી દવે, આર એફો એસ ટી પરમાર,ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા,તાલુકા ભાજપ પ્રમુખ અલકાબેન જોષી,પી એસ આઈ જે એન દેસાઈ, તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024