આજ રોજ તાલુકા હેલ્થ કચેરી ,પાટણ RBSK ટીમ દ્વારા NTPC અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી …જેમાં ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો..
જેમાં ખાસ વિચારો જેવા કે , તમાકુ ખાનાર વ્યક્તિના પરિવાર પર શું વીતતું હશે, અમૂલ્ય શરીર માં કચરાથી ય બદતર તમાકુ નો કચરો નાખવો અને આરોગ્યને ભયંકર નુકસાન કરવું જેવી બાબતો અસરકારક રીતે રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં ડૉ. મિતેષભાઈ જોશી, ફાર્માસિસ્ટ પાર્થભાઈ અને આરોગ્ય કાર્યકર દિતુબેને ખાસ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું… સંચાલન મનીષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભારવિધિ પદમાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી…
આ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાચી દેસાઈ, બીજો નંબર ખુશી કડેરે, અને ત્રીજો નંબર સીમા શેખ નો આવેલ હતો. જેમને તાલુકા હેલ્થ કચેરી દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા