કોંગ્રેસમાં કાળાજાદુ અંગે તાંત્રિક હમીદાએ માફી માંગી કહ્યું, ‘વાયરલ ઓડિયોમાં મારો જ અવાજ, જમનાબેન સાથે વાત કરું છું’

પોસ્ટ કેવી લાગી?

ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) દાણીલીમડા વિસ્તારના કોર્પોરેટરે જમના વેગડા (Jamna Wegda) પોતાની જાતને નિર્દોષ ગણાવે છે. તો બીજી તરફ તેમની કાળા જાદુ અંગેની(black magic audio viral) વાયરલ ઓડિયો ક્લિપમાં જે મહિલા સાથે વાત કરે છે તે હમીદા સૈયદે (Hamida Saiyad) આ અંગેની કબૂલાત કરી લીધી છે. તાંત્રિક હમીદા સૈયદે ધોરાજી પોલીસ (Dhoraji police) સમક્ષ આવીને કબૂલાત કરી છે કે, વાયરલ ઓડિયોમાં તેનો જ અવાજ છે. હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ માફી પણ માંગી છે. તો જમનાબેન તરફથી તમામ આરોપોને નકારાયા અને દાવો કરાયો છે કે, મારી વિરૂદ્ધ આ એક કાવતરું છે. આ આખા મામલામાં ગુજરાત કોંગ્રેસે સત્યતા ચકસવાની જવાબદારી સી.જે.ચાવડાને સોંપી છે. આ ઉપરાંત શહેઝાદ પઠાણ અને શૈલેષ પરમારે પણ ઓડિયોની પૃષ્ટી કરી જો વાત સાચી નિકળે તો કડક કાર્યવાહીની માંગ કરી છે.

ગુજરાતનું રાજકારણ ગરમાયું

જમના વેગડા AMCના વિપક્ષના નેતા ન બની શક્યા તો તેમણે તાંત્રિક વિધિનો સહારો લીધો હોવાના આરોપ લાગ્યા છે. આ અંગેની ઓડિયો ક્લિપ ગઇકાલે ઘણી જ ચર્ચામાં હતી. જમના વેગડાએ શહેજાદખાન પઠાણને ખતમ કરી દેવા કાળા જાદૂનો સહારો લેવાયો હોય, તેવો કથિત ઓડિયો વાયરલ થયા પછી રાજકારણ ગરમાયું હતુ. આ અંગે શહેજાદખાન પઠાણ, શૈલૈષ પરમાર અને ઈમરાન ખેડાવાલાએ તપાસની માંગ કરી છે.

હમીદાએ ધોરાજી પોલીસ સ્ટેશમાં આવી માંગી માફી

હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ માફી પણ માગી છે અને સ્વીકાર્યું છે કે, ઓડિયોમાં તેનો જ અવાજ છે. આ અંગે જણાવતા કહ્યું કે, આ બધું મારાથી બોલાઇ ગયું છે, જો તેનાથી કોઇનું દિલ દુભાયું હોય તો માફી માંગુ છું. મારી આંખ ખુલી છે અત્યાર સુધી હું ખાડામાં પડી હતી. હું તો મારી માળામાં જ જપેલી રહું છું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures