Pulwama

Pulwama

જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા.

જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીએ કહ્યું કે પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ માર્યા ગયા. આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. સુરક્ષા દળોનું ઓપરેશન હજુ ચાલુ છે. 

આ પણ જુઓ : અમદાવાદમાં કેમિકલ કંપનીઓમાં લાગી ભીષણ આગ

બુધવારે વહેલી સવારે પુલવામાના તિકેન વિસ્તારમાં સુરક્ષા દળો જ્યારે વિસ્તારમાં આતંકીઓની શોધ કરી રહ્યા હતા ત્યારે જ આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી. બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું.

એક ગુપ્ત બાતમી મળ્યા બાદ આતંકીઓની શોધ માટે સર્ચ અભિયાન શરૂ કરાયું હતું. મળતી માહિતી મુજબ હજુ પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. જેમની શોધમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024