કાંકરેજ થરા રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ વેકિ્સન મહા અભિયાન અંતર્ગત રેફરલ હોસ્પિટલ ખાતે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ભારતીબેન ઠક્કર, સીએચસી અધિક્ષક ડો.ભરતભાઈ ચૌધરી, સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, ભાજપ તાલુકા મહામંત્રી ઇશ્વરભાઈ પટેલ, પી એચસી ટોટાણા ડો.ભાખરીયા તથા તાલુકા સુપરવાઈઝર અમરતભાઈ પ્રજાપતિ વગેરે રસીકરણ મહા અભિયાન કાર્યક્રમમાં હાજર રહયા હતા.