બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી છેૡા કેટલાક સમયથી દારૂ, ડોડા અને ચરસ સહિતના માદક પદાર્થો ની અસામાજિક પ્રવૃત્તિઓની હેરાફેરી કરાઈ રહી છે. બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે ગુરુવારે નકલી નોટોની હેરાફેરી કરતા બે શખ્સોને ર૦૦ના દરની બે લાખ રૂપિયાની ૧૦૦ ડુપ્લીકેટ નોટો ઝડપી લેવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. બંને શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસને ગુરુવારે સાંજે બનાસકાંઠામાંથી નકલી નોટોની હેરાફેરી કરાઈ રહી હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે સાંજે થરાદ તાલુકાના ડુવા ગામના ગોગ મહારાજના મંદિર પાસેથી મોટરસાયકલ પર રહેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ર૦૦ના દરની બે લાખ રૂપિયાની ૧૦૦ ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.

આ નોટો રાજસ્થાનના ડભાલથી ધાનેરા માર્કેટયાર્ડ તરફ જઈ રહી હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. એસ.ઓ.જી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024