The 31st Sammelan was held in Boratwada village of Harij taluka.

2022 ગુજરાત ની પ્રજા માટે સામાન્ય ચૂંટણી નું વર્ષ છે ડિસેમ્બર 22 માં યોજાનાર ચૂંટણી ને લઈ સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષ અને જે સમાજ નું રાજકીય વજન છે તેવા સમાજ ના રાજકીય અગ્રણી નેતાઓ પોતાની રાજકીય ઓળખ ટકાવી રાખવા સમાજ ના દરવાજે પહોચી રહ્યા છે.ત્યારે ચોધરી આંજણા સમાજ ના આગેવાન તેમજ દૂધ સાગર ડેરી ના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચોધરી પણ ગામે ગામ સંમેલનો યોજી રહ્યા છે.

રવીવાર ના રોજ હારીજ તાલુકા ના બોરતવાડા ગામે આયોજિત 31 માં સહકાર સંમેલનમાં વિપૂલ ચોધરી દ્વારા ઉભી કરેલ અર્બુદા સેના ના કાર્યકરો ના શપથ વિધિ સાથે ઓળખપત્ર એનાયત કરી આંજણા ચૌધરી સમાજ ની એકતા અને સહકારીતાની ભાવના ને ઉજાગર કરવા અને અર્બુદા સેનાના રચનાત્મક સંગઠન ને વિશાળ અને મજબૂત બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહેલા દુધ સાગર ડેરી ના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે હાલમાં દુધ સાગર ડેરી ને રાજકીય ગ્રહણ લાગ્યું છે તેનાં કારણે ડેરી ને નુકશાન થયું છે અત્યાર નાં ડેરી સંચાલકો ખોટું કરી ડેરી ની ચુંટણી જીતી હોવાના આક્ષેપ કરી તાતાતીર માયૉ હતા.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવતાં સહકારી ક્ષેત્રો માંટે નાં કાયદા મોટા ભાગે સહકારી ક્ષેત્ર માટે નુકશાન કરતા સાબિત બન્યા હોવાનું જણાવી ભાજપ સરકાર દ્વારા સાચાં સહકારી આગેવાનોને ખોટી રીતે હેરાન કરી જેલમાં પુરી બદનામ કરતા હોય ત્યારે આવા લોકો ને ઓળખી આગામી સમયમાં આવા લોકોને પાઠ ભણાવવા તેઓએ આહ્વાન કર્યું હતું.

બોરતવાડા ખાતે આયોજિત સહકાર સંમેલન માં અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા વિપુલભાઈ ચોધરી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બોરતવાડા ગામનો સહયોગ હંમેશા સહકારી સંસ્થાઓને મળ્યો છે ત્યારે અત્યારે સહકારી ક્ષેત્રમાં સરકારની દાનત બગડી છે.ગુજરાતનુ ડેરી વિકાસ મંડળ હાલમાં મૃત પાય બન્યું છે.પાડા કેન્દ્ર પણ આવા સરકારી આગેવાનો એ વેચી માયૉ છે.ચણા કૌભાંડ મામલે, મગફળી કૌભાંડ થઈ રહ્યા હોય ત્યારે આવા વિસ્તારના પ્રતિનિધિ સાથે મંત્રી બનેલા નેતાઓ એ રાજીનામું આપી દેવું જોઇએ.

આણંદ,સાબર અને બનાસ ડેરી સામે દુધ સાગર ડેરી આગામી દિવસોમાં આવા રાજકારણીઓ નાં ચંચુપાત થી નુકશાન કરતા બનશે તેવા આક્ષેપ સાથે અત્યારે દુધ સાગર ડેરી રિવૅસ ગેર મા ચાલતી હોવાનું જણાવી પોતાની તેજાબી ભાષામાં સરકાર સામે વિવિધ મુદ્દે ચાબખા માયૉ હતા.

આ“અર્બુદા સેનાના 31 માં સહકાર સંમેલન” માં બોરતવાડા નાં સમસ્ત ગ્રામજનો સહિત વિવિધ સમાજનાં આગેવાનો, વિવિધ સંગઠનોનાં આગેવાનો અને અર્બુદા યુવા સેનાના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024