પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ગુરુવારની સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાનો અંત મોતથી આવ્યો હતો.
મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં ગુરુવારે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી.
ત્યારે એલ.સી.બી. પાટણના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ટેકનીકલ સર્વેલન્સ તથા ટેલીફોનીક લોકેશન તેમજ મળેલ હકિકત આધારે આ કામના આરોપીઓને
(૧) પટણી રમેશભાઇ કરશનભાઇ
(ર) પટણી રોહિતભાઇ રમેશભાઇ
(૩) પટણી વિશાલભાઇ રમેશભાઇ
(૪) પટણી રાજેશભાઇ રમેશભાઇ તમામ.રહે.પાટણ, છીડીયા દરવાજા, વેરાઇ ચકલા, આઠબાઇ માતાના મંદિર પાસે તા.જી.પાટણ વાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પાટણ સીટી એ. ડીવીઝન પો.સ્ટે. સોપવામાં આવ્યા હતા.
પકડાયેલ આરોપીઓના નામ :-
(૧) પટણી રમેશભાઇ કરશનભાઇ
(ર) પટણી રોહિતભાઇ રમેશભાઇ
(૩) પટણી વિશાલભાઇ રમેશભાઇ
(૪) પટણી રાજેશભાઇ રમેશભાઇ તમામ.રહે.પાટણ