black box

CDS Bipin Rawat Helicopter crash: Mi17 V હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળી ગયું છે, જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat)ને કાલે કુન્નુરથી વેલિંગટન જતા સમયે ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં જનરલ રાવત અને તેમની પત્ની સહિત ઓફિસરો અને ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું. બ્લેક બોક્સ (Black Box of MI17 Helicopter) મળી તો ગયું છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેની કન્ડિશન સારી નથી. પરંતુ આશા છે કે, તેના મળ્યા બાદ તેની અંદર જે ડેટા રેકોર્ડ હશે તેનાથી ખ્યાલ આવશે કે કેવી પરિસ્થિતિમાં દુર્ઘટના ઘટી. જાણીએ કે આ બ્લેક બોક્સ શું હોય છે અને કઈ રીતે કામ (How Black Box works) કરે છે.

શું હોય છે બ્લેક બોક્સ?

ફ્લાઇટ સાથે ઘટેલી દુર્ઘટનાનો પત્તો મેળવવા માટે બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે વિમાનની ઉડાન દરમિયાન તેની તમામ ગતિવિધીને રેકોર્ડ કરે છે. આ જ કારણે તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) પણ કહેવાય છે. તેને સુરક્ષિત રાખવા માટે તેને મજબૂત ધાતુ ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવે છે. સાથે જ અંદરની બાજુ મજબૂત દિવાલ પણ બનેલી હોય છે કે કોઈ દુર્ઘટના થતા બ્લેક બોક્સ સેફ રહે અને તેના દ્વારા સમજી શકાય કે વાસ્તવમાં શું થયું હતું.

શા માટે શોધ થઈ?

બ્લેક બોક્સ (Black Box History) બનાવવાના પ્રયત્ન 1950ના શરૂઆતના દાયકામાં થયા હતા. ત્યારે વિમાનની ફ્રિકવન્સી વધવાના કારણે દુર્ઘટના પણ વધવા લાગી હતી. જોકે, ત્યારે તે સમજવાનો કોઈ રસ્તો નહતો કે જો કોઈ દુર્ઘટના ઘટે તો તેની કઈ રીતે તપાસ કરવી કે કોઈ ભૂલથી તે થયું છે તે ખબર પડે જેથી ભવિષ્યમાં તે ભૂલનું પુનરાગમન ન થાય.

કઈ રીતે કામ કરે છે બ્લેક બોક્સ

તે ટાઇટેનિયમથી બન્યુ હોવાથી અને તેના ઘણા લેયર્સ હોવાથી તે સુરક્ષિત રહે છે. પ્લેનમાં જો આગ લાગે તો પણ તેના ખતમ થવાની શક્યતા લગભગ નહિંવત છે. કેમ કે, 1 કલાક સુધી તે 1000 ડિગ્રી સેન્ટીગ્રેટનું તાપમાન સહન કરી શકે છે. તેના પછી પણ 2 કલાક સુધી આ બોક્સ લગભગ 260 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. તેની એક ખાસિયત છે કે, તે લગભગ મહિના સુધી વિજળી વગર કામ કરી શકે છે એટલે કે જો દુર્ઘટનાગ્રસ્ત વિમાનને શોધવામાં સમય લાગે તો પણ બેક્સમાં ડેટા સેવ રહે છે.

બ્લેક બોક્સ શોધાયાના તરત બાદ દરેક પ્લેનમાં તે રાખવાની શરૂઆત થઈ. દરેક પ્લેનમાં સૌથી પાછળની તરફ બ્લેક બોક્સ રાખવામાં આવે છે જેથી જો ક્યારેક દુર્ઘટના થઈ જાય તો પણ બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે. તમને જણાવી દઈએ કે વિમાન દુર્ઘટનામાં મોટા ભાગે પાછળનો ભાગ સૌથી ઓછો પ્રભાવિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024