Siddhpur
સિદ્ધપુર (Siddhpur) ના ખીલાતરવાડા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે.
સિદ્ધપુર પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત રાત્રે આશરે સાડા નવના સુમારે સિદ્ધપુર શહેરના ખીલતાર વાડા વિસ્તારમાં રહેતા શિવમ કુમાર કશ્યપભાઈ ઠાકર ઘરેથી પોતાના ખેતરે જવા નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રે ઘરે ન આવતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરતા વહેલી સવારે વાવેતર માટે રાખેલ ખેતરમાં આવેલ ઓરડીના પતરા પાસે લોખંડની એંગલ પર પેન્ટ અને અને સાલ વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.
મૃતક યુવાનના ગળા પર ફાસાના જે એક નિશાનને બદલે 4 નિશાન મળતા પોલીસને શંકા જણાઈ હતી. તો બીજી તરફ મૃતક યુવાનના પરિવારજનો પણ એવો દાવો છે કે અમારા પુત્રની હત્યા કરાઈ છે. સિદ્ધપુર સિવિલમાં લાશનુ પીએમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.