લોકસભામાં રાહુલ ગાંધી સામે હારેલા ઉમેદવારે લીધો રાજકારણ છોડવાનો નિર્ણય, આપ્યું આ કારણ

Dinesh Pratap Singh: 2019માં સોનિયા ગાંધીને જોરદાર ટક્કર આપનાર દિનેશ પ્રતાપ સિંહ પર ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ભરોસો કરી રાયબરેલી લોકસભા બેઠક પાર ઉમેદવાર બનાવ્યા હતા. પણ રાહુલ ગાંધી સામે તેમની હાર થઈ હતી.  ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના દમ પર ચૂંટણી જીતી નથી. તેમને સમાજવાદી પાર્ટીએ ચૂંટણી જીતાડી છે. આ જીતનો શ્રેય રાહુલ કે પ્રિયંકા અને તેમની માતા સોનિયા ગાંધીને જતો નથી. જો સપા સાથે ન હોત તો તેઓ ક્યારેય રાયબરેલીથી ચૂંટણી જીતી શકત નહીં. હાર જીત તો ચૂંટણીનો ભાગ છે.

રાયબરેલીની જનતાના કાર્યોથી દૂર રહેશે

રાહુલ ગાંધી સામે હાર બાદ દિનેશ પ્રતાપ સિંહ રાયબરેલીની જનતાથી ખૂબ નારાજ થઈ ગયા છે. દિનેશ પ્રતાપ સિંહે રાયબરેલી લોકસભા બેઠકથી હાર્યાના બીજા જ દિવસે એલાન કર્યું કે એક વર્ષ સુધી તે રજા પર રહેશે. રાયબરેલીની જનતાના કાર્યોથી દૂર રહેશે. એ પણ કહ્યું કે આ દરમિયાન જનતા પોતાના કામ રાહુલ ગાંધી પાસે કરાવે. હવે તે પોતાના પરિવારને સમય આપશે. દિનેશ પ્રતાપ સિંહને રાહુલ ગાંધીએ રાયબરેલીમાં 3 લાખથી પણ વધુ વોટથી હરાવ્યાં છે.

પરિવારને પોતાનો સમય આપશે

તેમણે કહ્યું કે હવે ખૂબ રાજકારણ થઈ ચૂક્યું છે. હવે એક વર્ષ સુધી રાજકારણ ન કરીને પોતાના પરિવારને પોતાનો સમય આપશે. જનતા રાહુલ ગાંધી પાસે પોતાના કામ કરાવશે. તેમણે કહ્યું કે તેમણે જિલ્લાના લોકોના સુખ અને દુ:ખમાં હંમેશા સાથ આપ્યો છે. હવે તેમની જવાબદારી રાહુલ ગાંધીની છે. રાહુલ ગાંધી હવે દર શનિવાર-રવિવાર અહીં બેસે અને જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવે. દેશમાં નરેન્દ્ર મોદીની જ સરકાર બનશે. 

પહેલા દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસમાં જ હતા

દિનેશ પ્રતાપ સિંહ લગભગ એક દાયકાથી રાયબરેલીના રાજકારણમાં કેન્દ્રમાં છે. દિનેશ પ્રતાપ સિંહ ગત ચૂંટણીમાં સોનિયા ગાંધી વિરુદ્ધ ભાજપ તરફથી લડ્યા હતા. આ ચૂંટણીથી પહેલા 2018માં ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસમાં જ હતા. કોંગ્રેસથી 2010માં અને 2016માં વિધાન પરિષદ સભ્ય બન્યા હતા. દિનેશ પ્રતાપ સિંહે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી. 2022માં તેઓ ભાજપથી ત્રીજી વખત એમએલસી બન્યા અને યોગી સરકારે મંત્રી બનાવ્યા.

Nelson Parmar

Related Posts

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના જામીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી અરવિંદ…

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024