Acid attack
અમદાવાદના માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં બાળકો અને મહિલા પર એસિડ એટેક (Acid attack) ની ઘટના બની હતી. આ ઘટનામાં કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો.
અમદાવાદના મહેંદીકુવા વિસ્તારમાં આવેલી એક ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. લક્ષ્મીબેને મકાન છ વર્ષ પહેલાં રૂ. 3 લાખમાં તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધું હોવા છતાં તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા.
તમામ લોકો ઘરમાં સુતા હતા ત્યારે અજય દંતાણી વહેલી સવારે પાંચ વાગ્યે આવી મકાનની બારીમાંથી બૂમ પાડી કહ્યું હતું કે, મકાન કેમ ખાલી નથી કરતા તમે કેવી રીતે રહો છો. તેમ કહી હાથમાં રહેલો એસિડનો ડબ્બો ઉંચો કરી અંદર એસિડ ફેકયું હતું.
એસિડ ફેંકાતા 5 અને 8 વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેક થતા બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.